ધોળકામાંથી ડ્રગ્સનું ગોડાઉન પકડાયું, 500 કિલો રો મટેરીયલ હોવાનું અનુમાન

ગુજરાતમાંથી ફરી એક વખત ડ્રગ્સનું ગોડાઉન પકડાયું છે. ધોળકામાંથી ગુજરાત ATSએ ડ્રગ્સનું ગોડાઉન પકડ્યું છે. ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાનું અંદાજે 500 કિલો રો મટેરીયલ હોવાનું અનુમાન છે.
ગુજરાત ATSએ ડ્રગ્સનું ગોડાઉન પકડ્યું
ગુજરાત ATSની ટી મે ધોળકાના પુલેન ચોકડી વિસ્તારમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાંય આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54માંથી આશરે 50 કરોડની માતબર રકમનું ડ્રગ્સ ગુજરાત ATSએ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ બનાવવાનું અંદાજે 500 કિલો રો મટેરિયલ હોવાનું અનુમાન છે. ગુજરાત ATSની ટીમે ડ્રગ્સનું ગોડાઉન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં ગુજરાત ATSની ટીમે ખંભાતમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી હતી. ખંભાતમાંથી પકડાયેલા ડ્રગ્સની ફેક્ટરીનો તપાસનો રેલો ધોળકામાં પહોંચ્યો છે. ખંભાતમાં પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનું રો મટેરીયલ આરોપીઓ ધોળકામાં ગોડાઉનમાં ભાડે રાખતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તે બાદ ગુજરાત ATSની ટીમે ધોળકાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી.તપાસમાં ગુજરાત ATSએ અંદાજે 500 કિલો રો મટેરીયલ જેની અંદાજે બજારમાં કિંમત 50 કરોડ જેટલી થવા જાય છે.
ગુજરાત ATSએ આખી રાત ધોળકામાં તપાસ હાથ ધરી હતી અને રો મટેરીયલના અલગ અલગ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આસપાસના દુકાનદારો અનુસાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ગોડાઉન બંધ હાલતમાં હતું અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ડ્રગ્સનું રો મટેરીયલ ઝડપાયું હતું.

