Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A mentally ill man who secretly kept his mobile phone in the women's washroom of a hotel and made a video was sent to jail under the PASA

Surat news : હોટલમાં મહિલા વૉશરૂમમાં ગુપ્ત રીતે મોબાઈલ રાખી વીડિયો બનાવનારા મનોવિકૃત શખ્સને પાસા હેઠળ જેલમાં મોકલાયો

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat news : હોટલમાં મહિલા વૉશરૂમમાં ગુપ્ત રીતે મોબાઈલ રાખી વીડિયો બનાવનારા મનોવિકૃત શખ્સને પાસા હેઠળ જેલમાં મોકલાયો
સોર્સ : GSTV

Surat news : સુરતમાં ગત 19 ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં શહેરના પિપલોદની કે.એસ. ચારકોલ હોટલના મહિલા વોશરૂમમાં સફાઈકર્મચારીએ ગુપ્તરીતે મોબાઈલ રાખ્યો હતો. સમગ્ર મામલે પોલીસે સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ છૂપાયેલા ફોનમાં મહિલાના વીડિયો મળી આવ્યા છે. સુરેન્દ્ર મહિલાઓની જાણ બહાર તેના વોશરૂમના ઉપયોગ સમયની અંગત પળોના વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેતો હતો. સમગ્ર મામલે વિકૃતને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 

App Store

મળતી માહિતી મુજબ, સુરતમાં કે.એસ. ચારકોલ હોટલમાં સફાઈનું કામ કરતાં મૂળ ઝારખંડના કોડરનો વતની સુરેન્દ્ર ભુવનેશ્વર રાણા (ઉં.વ.31)એ હોટલના મહિલા વોશરૂમની એક્ઝોસ્ટ જાળીની પાછળ વીડિયો રેકોર્ડિંગ શરૂ કરીને મોબાઇલ ફોન ગોઠવ્યો હતો. જેમાં વોશરૂમમાં આવતી મહિલાના અંગત વીડિયો રેકોર્ડ થયા હતા. સમગ્ર મામલે જાણ થતાં પોલીસે આરોપી વિરૂદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-77 અને 79 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેન્દ્ર મહિલાઓની જાણ બહાર વોશરૂમનો ઉપયોગ કરવા આવતી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરતો અને પછી તેના રૂમમાં જઈને વીડિયો જોતો હતો. આ પછી આરોપી વીડિયોમાંથી સ્ક્રીનશોટ પાડીને તેના અન્ય ફોનમાં ટ્રાન્સફર કરતો હતો.