Surat news: RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં આરોપી પતિ નિકુંજ ગોસ્વામી, મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

Surat news: છેલ્લા ઘણા સમયથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા સુરતના મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ગોળીબાર થવાના કેસને લઈ ચકચાર મચી છે ત્યારે કોર્ટે આરોપી પતિ નિકુંજ ગોસ્વામી તથા તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કેસની સઘન તપાસ અને ગુનામાં વપરાશ કરેલા હથિયાર તેમજ રોકાણ કર્યા કર્યું તેની તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. પત્નીની હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઈક પણ આપી હતી. બે દિવસ અગાઉ આરોપી પતિ નિકુંજ ગૌસ્વામીના ઘરેથી પોલીસને બંદૂકની 36 ગોળીઓ મળી આવી હતી. અગાઉ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખની છે કે, RFO સોનલ સોલંકી હજુ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે.
શું છે સમગ્ર મામલો
સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોનલ સોલંકી ઘટનાના દિવસે અડાજણ જવા નીકળ્યા હતા. તેવામાં તેમની કાર ઝાર સાથે ભટકાયેલી હાલતમાં જોવા મળી હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા RFOના પતિની ધરપકડ કરવામાં આવી હતી.સમગ્ર કેસમાં સોનલ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સિટીસ્કેન કરતાં માથામાં ગોળી વાગી છે. સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ તો સોનલ સોલંકીના પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસ સ્ટેસનમાં થોડા દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી કે શું છે સમગ્ર મામલો, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

