VIDEO : સુરતના પીપલોદ વિસ્તારમાં વૃદ્ધ ખેડૂત ઉપર 3 બુકાની ધારીઓએ કર્યો હુમલો, જમીન વિવાદની આશંકા
સોર્સ : gstv
સુરતના પીપલોદ વિસ્તારમાં વહેલી સવારે એક વૃદ્ધ ખેડૂત પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષીય નરેશભાઈ કોન્ટ્રાક્ટર જ્યારે મોર્નિંગ વોક પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હુમલો જમીન વિવાદને કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

