તાપી SOG પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે નિઝરથી 4 વ્યક્તિઓની કરી ધરપકડ
તાપી SOG પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે નિઝરથી 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકાના વે

તાપી SOG પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે નિઝરથી 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામની સીમના ખેતરમાંથી તાપી SOG પોલીસે 7 નંગ જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડયો છે.
આ પણ વાંચો : VIDEO: ગીર સોમનાથમાં મહાકાય અજગરને ગળી ગયો કિંગ કોબ્રા સાપ, અદભુત દ્રશ્યો કેમેરામાં થયા કેદ
આરોપીઓ ખેતરમાં આવેલા કૂવાને ઉંડા કરવા એક્સપ્લોઝીવ ઝીલેટીન સ્ટીકનો ઉપયોગ કરવાના હતા. જેમાં SOG પોલીસે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બિલ કે આધાર પુરાવા વગર આ વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગુનામાં એક્સપ્લોઝીવ એકટની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




