મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમિત શાહના જન્મદિવસે સેવાકીય ઉજવણી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના 63મા જન્મદિવસ નિમિત્તે મહેસાણામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. કડિયા નાકા પર શ્રમિકોને મીઠાઈ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 63 વૃક્ષોનું વાવેતર કરાયું હતું અને મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન કરી દિવાળીની કીટ આપવામાં આવી હતી. લાખવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, મેયર સોનલબેન, ધારાસભ્ય મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

આ સમાચાર શેર કરો