VIDEO: ઈડરમાં કોંગ્રેસનો હલ્લાબોલ, સાંસદ ગેનીબેન ઠાકોરના ટેકામાં ઉતરેલા કાર્યકરોએ ભાજપ વિરોધી નારા લગાવ્યા
VIDEO: બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરેલા વિવાદિત નિવેદનનો મામલો હવે રાજ્યભરમાં વકર્યો છે. આજે સાબરકાંઠાના ઈડર ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઈડરના ઐતિહાસિક તિરંગા સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.
મહિલા સશક્તિકરણ સામે ઉઠ્યા સવાલો
કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો લઈને જગદીશ વિશ્વકર્માના નિવેદનને લોકશાહી અને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપની 'મહિલા સશક્તિકરણ'ની નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, એક તરફ ભાજપ મહિલાઓના સન્માનની વાતો કરે છે અને બીજી તરફ તેમના જ જવાબદાર હોદ્દેદારો મહિલા લોકપ્રતિનિધિ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે.

