VIDEO: વડાલી-ખેડબ્રહ્મા હાઇવે પર કારની અડફેટે બાઈક ચાલકનું મોત, સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર સર્જાય છે અકસ્માત
સોર્સ : GSTV
સાબરકાંઠાના વડાલી-ખેડબ્રહ્મા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈકસવારે જીવ ગુમાવ્યો છે. ખેડબ્રહ્મા તરફથી આવી રહેલા કારચાલકે ભગીરથ શાક માર્કેટ પાસે બાઈક સવારને ટક્કર મારી હતી. સારવાર દરમિયાન કનુભાઈ પ્રભુભાઈ સગર નામના વ્યક્તિને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.આ જગ્યા પર સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર અકસ્માત સર્જાય છે. શાક માર્કેટમાં શાકભાજી લઈને આવતા ખેડૂતોને સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનો ભય સતાવે છે.

