મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આદિવાસી સંસ્કૃતિના રંગ, પીઠોરા આર્ટનો અનોખો સંગમ

છોટાઉદેપુરના કવાંટના કલાકાર પરેશ રાઠવા પીઠોરા ચિત્રકળા દ્વારા આદિવાસી સંસ્કૃતિને નવી ઓળખ આપી રહ્યા છે. વર્ષ 2020થી તેઓ એકતા નગરની સરકારી ઈમારતો પર પીઠોરા ચિત્રો બનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણ માટે તૈયાર સર્કિટ હાઉસની ઈમારત પર પણ તેમણે વિશેષ પીઠોરા ચિત્રકામ કર્યું છે. આશરે 12 હજાર વર્ષ જૂની હોવાનું તેઓ જણાવે છે તે આ ચિત્રકળામાં પ્રકૃતિ, સૂર્ય, ચંદ્ર, પશુપાલન અને આદિવાસી જીવનની ઝલક જોવા મળે છે. પરેશ રાઠવાને વર્ષ 2023માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો