Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Youth beaten up over trivial matter like car parking

Rajkot News: જેતપુરમાં યુવક પર હુમલો; કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે ઢોર માર માર્યો

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot News: જેતપુરમાં યુવક પર હુમલો; કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે ઢોર માર માર્યો
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં મહાવીર કુરિયરના માણસો દ્વારા એક નિર્દોષ યુવાન પર જાહેરમાં હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. 

App Store

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં રહેતા કરણ આશરા નામના યુવાનની દુકાનના શટર પાસે મહાવીર કુરિયરના કર્મચારીઓએ પોતાની કાર પાર્ક કરી હતી. કરણ આશરાએ પોતાની દુકાન આગળથી કાર હટાવી અન્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા કુરિયર સંચાલકો ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય વાતમાંથી મામલો એટલો બિચક્યો કે કુરિયરના માણસોએ યુવાન સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

જોતજોતામાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મહાવીર કુરિયરના શખ્સોએ જાહેરમાં કરણ આશરાને પકડી લીધો હતો અને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  ઈજાગ્રસ્ત કરણને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.