Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Videos of cars with BJP flags, fancy number plates and black film goes viral

VIDEO: Rajkotમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા; ભાજપના ઝંડા, ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાચવાળી ગાડીઓના વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. એક તરફ સામાન્ય જનતા પાસે હેલ્મેટ કે સીટબેલ્ટ ન હોવા પર ટ્રાફિક પોલીસ દ્વારા હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજકીય પક્ષોના વાહનો જાણે નિયમોથી પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

App Store

રાજકોટ શહેરના રસ્તાઓ પર ભાજપના ઝંડા લગાવેલી અનેક ગાડીઓ જોવા મળી છે, જેમાં ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું કેમેરામાં કેદ થયું છે. અનેક ગાડીઓમાં કાયદા વિરુદ્ધ કાળી ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને અમુક નંબર પ્લેટ વગરની ગાડીઓ જોવા મળી છે. એક બાજુ  સામાન્ય નાગરિક નિયમ તોડે તો હજારોનો દંડ ફટકારવામાં આવે છે. હાલમાં આ પ્રકારના વાહનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે હવે આ વીડિયોના આધારે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરશે?