VIDEO: Rajkotમાં ભાજપ ઉમેદવારના ફોર્મ સામે વાંધો, સોગંદનામું અધૂરું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 14માં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર કેતન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોર્મ અને સોગંદનામા સામે કોંગ્રેસે ગંભીર વાંધાઓ ઉઠાવ્યા છે, જેને પગલે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર કેતન પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તે અધૂરું છે. ખાસ કરીને તેમની શૈક્ષણિક લાયકાત અને મિલકત વેરા સહિતના મહત્વના મુદ્દાઓ પર વિગતો છુપાવવામાં આવી હોવાનો અથવા અધૂરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ મામલે કેતન પટેલનું ફોર્મ રદ કરવાની માંગ કરી છે અને ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા તેમને અધૂરા સોગંદનામાના પુરાવા રજૂ કરવા માટે કાયદેસરનો સમય આપવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ અંગે ભાજપના ઉમેદવાર કેતન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે, તેથી જ આ પ્રકારની બબાલ કરીને કાવા-દાવા કરી રહી છે.

