Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : AAP leader Paresh Shingala's son's name comes up in cricket betting scandal, Netaji's son absconding along with other people

Rajkot news: સટ્ટાકાંડમાં આપના ઉમેદવાર પરેશ શિંગાળાના પુત્રનું નામ આવ્યું સામે, અન્ય શખ્સો સાથે નેતાજીનો પુત્ર ફરાર

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સટ્ટાકાંડમાં આપના ઉમેદવાર પરેશ શિંગાળાના પુત્રનું નામ આવ્યું સામે, અન્ય શખ્સો સાથે નેતાજીનો પુત્ર ફરાર
સોર્સ : gstv

રાજ્યના રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા સપાટો બોલાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે IPL મેચ પર કેટલાક શખ્સો સટ્ટો રમાડે છે, આ મામલે પોલીસે દરોડા પાડીને સટ્ટો રમાડતા જયદીપ જાદવ અને દર્પણ બારસિયાની ધરપકડ કરી છે.

App Store

'આપ'ના નેતા પરેશ શિંગાળાના પુત્ર વત્સલનું નામ આવ્યું સામે

આ સટ્ટાકાંડમાં આપના નેતા પરેશ શિંગાળાના પુત્ર વત્સલ સહિત અન્ય શખ્સોના નામ ખુલતા તેઓ ફરાર છે. પોલીસે મોબાઈલ અને હિસાબી સાહિત્ય કબજે કર્યું છે. છેલ્લા 5 દિવસમાં પોલીસે કુલ 12 જુગારીઓને ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે.

 પરેશ શિંગળા વોર્ડ નંબર 7ના ઉમેદવાર

ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન વત્સલ  શિંગાળા , વિજય ઉર્ફ વી .એમ, દેવાં ડાભી અને જેડી નામના શખ્સો ફરાર થયા છે. ઉલ્લેખનીય છે કે આપ પાર્ટીના નેતા રાજકોટના વોર્ડ નંબર 7ના ઉમેદવાર પરેશ શિંગળાનો પુત્ર વત્સલ શિંગળા પણ ફરાર છે.