VIDEO: Rajkotમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફટકો, પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિનું પક્ષમાંથી રાજીનામું
સોર્સ : GSTV
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવિણ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી વશરામ સાગઠિયા અને શહેર કોંગ્રેસના નેતૃત્વથી નારાજ હોવાનું સામે આવ્યું છે.
આ વિવાદ ટિકિટ ફાળવણીને લઈને વકર્યો હતો, જેમાં પ્રવિણ સોરાણીએ તેમની પત્નીના બદલે પોતાને ટિકિટ આપવાની માંગ કરી હતી. પક્ષમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે દંપતીએ છેડો ફાડ્યો છે, જેના કારણે વોર્ડ-15માં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે.

