VIDEO: રાજકોટના જૈન દેરાસરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ઓફિસ બોય જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ
સોર્સ : GSTV
રાજકોટના પેલેસ રોડ સ્થિત જૈન દેરાસરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. 22 મેના રોજ દેરાસરના સ્ટ્રોંગ રૂમમાંથી 13.840 કિલો ચાંદી અને 8 લાખ રૂપિયાની રોકડ સહિત કુલ 43.29 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ દેરાસરનો જ ઓફિસ બોય હતો. પોલીસે તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓને રાજસ્થાન, ઉત્તરાખંડ અને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 33.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

