Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Praveen Ram's family and Gopal Italia were not allowed to meet him on his birthday, serious allegations made against Rajkot jail administration

VIDEO: "ખેડૂત નેતાના જન્મદિવસે પણ પરિવારની મુલાકાત પર 'સરકારી' બ્રેક: રાજકોટ જેલ બહાર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર"

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ખેડૂતોના પ્રશ્નો અને આંદોલનોને કારણે જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટી (AAP) ના યુવા નેતા પ્રવીણ રામનો આજે જન્મદિવસ છે. આ અવસરે તેમના પિતા, કાકા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા તેમને શુભેચ્છા પાઠવવા અને ખબર-અંતર પૂછવા રાજકોટ જિલ્લા જેલ પહોંચ્યા હતા. જોકે, જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે.

App Store

“ઉપરથી ઓર્ડર છે” – ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ
જેલની બહાર મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઈટાલિયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે પ્રવીણ રામના જન્મદિવસે તેમના પરિવારજનો સાથે માત્ર માનવીય અભિગમ સાથે મળવા આવ્યા હતા. પરંતુ જેલ અધિકારીઓએ મૌખિક રીતે એવું કહીને મનાઈ કરી દીધી કે 'ઉપરથી સૂચના છે માટે કોઈને મળવા દેવામાં આવશે નહીં'."

વકીલ તરીકે પણ મુલાકાત નકારાઈ
ગોપાલ ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, તેમણે વકીલ તરીકે મુલાકાત કરવાની કાયદેસરની રજૂઆત કરી હોવા છતાં જેલ તંત્રએ નિયમોને નેવે મૂકીને મુલાકાત થવા દીધી નહોતી. પ્રવીણ રામ જેવા ખેડૂત નેતાઓ જેલમાં હેરાન થઈ રહ્યા છે તે બાબતે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.

તીખો કટાક્ષ: "ડ્રગ્સ વેચનારા મહેલમાં અને ખેડૂત નેતા જેલમાં"
વર્તમાન સ્થિતિ પર પ્રહાર કરતા ઈટાલિયાએ કહ્યું કે, "આ કેવું શાસન છે? પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા લોકો જે ખેડૂતોના હક માટે લડે છે તેઓ જેલમાં યાતના ભોગવી રહ્યા છે, જ્યારે રાજ્યમાં ડ્રગ્સ વેચનારાઓ ખુલ્લેઆમ મહેલોમાં ફરી રહ્યા છે."

અંતમાં, ગોપાલ ઈટાલિયાએ પ્રવીણ રામને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા પ્રાર્થના કરી હતી કે ઈશ્વર તેમને ખેડૂતો માટે લડવાની વધુ શક્તિ આપે અને તેઓ જલ્દી જેલમુક્ત થાય.