Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Severe weather in full winter, heavy rains in Khambhaliya and Kalyanpur dioceses

 VIDEO: ભરશિયાળે અષાઢી માહોલ, ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં માવઠું

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા 'મિશ્ર ઋતુ'નો અનુભવ થયો છે. કકડતી ઠંડી વચ્ચે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા સર્વત્ર ભીંજાયા હતા. શિયાળાની મધ્યમાં પડેલા આ કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

App Store

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ 

જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને હંજડાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, જુવાનપુર અને આસપાસના સીમ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. રસ્તાઓ ભીના થવાની સાથે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોએ ડબલ ઋતુનો અનુભવ કર્યો હતો.

જગતના તાતની ચિંતામાં વધારો

 ભરશિયાળે પડેલા આ વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. હાલ ખેતરોમાં શિયાળુ પાક જેવા કે જીરું, ધાણા, ચણા અને ઘઉં તૈયાર થઈ રહ્યા છે અથવા કાપણીની અવસ્થામાં છે. આવા સમયે માવઠું થવાથી, જીરું અને ધાણા જેવા સંવેદનશીલ પાકમાં રોગચાળો આવવાની ભીતિ છે. ખેતરમાં કાપણી કરેલો પાક પલળી જવાથી ભારે નુકસાનની શક્યતા છે આ ઉપરાંત કમોસમી ભેજને કારણે પાકની ગુણવત્તા બગડી શકે છે.

આરોગ્ય પર અસર

એકતરફ ઠંડી અને બીજી તરફ વરસાદી ભેજને કારણે વાયરલ ઈન્ફેક્શન અને શરદી-ઉધરસના કેસો વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા આ ફેરફારે તંત્ર અને નાગરિકો બંનેને સતર્ક કરી દીધા છે.