VIDEO: રાજકોટની ધોળકિયા સ્કૂલના 3 બાળકો શાળા છૂટયા બાદ પણ ઘરે ન આવતા માતા-પિતા ચિંતિત
સોર્સ : GSTV
VIDEO: રાજકોટ શહેરમાં આવેલી જાણીતી ધોળકિયા સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. શાળાના 3 બાળકો શાળા છૂટયા બાદ પણ ઘરે ન આવતા માતા-પિતા ચિંતિત બન્યા છે. આ ગુમ થયેલા ત્રણેય બાળકો ધોરણ 8ના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. કલાસરૂમમાં તોફાન કરતા હતા. આ 3 વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળા માંથી જ નીકળી ગયા હતા. જેને લઈ વાલીઓએ શાળામાં જ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું.
રાજકોટના ધોળકિયા સ્કૂલ સાંજે 5.30 કલાકે શાળા છૂટે છે ત્યારે 2 કલાક બાદ પણ બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. વાલીઓને સાથે રાખી સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા હોઈ તેવા સીસીટીવી સામે આવ્યા છે. જો કે, ઘરે માતા-પિતા ઠપકો આપશે તે ડરથી ઘરે ન પહોંચ્યા હોવાનું અનુમાન છે.

