Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Bhatigal Lok Mela to begin in Rajkot on Thursday for Janmashtami

VIDEO: રાજકોટમાં ગુરુવારથી જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળાનો રંગેચંગે થશે પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જેની આખું વર્ષ સુધી અવિરત પ્રતીક્ષા કરે છે તે ભાતીગળ જન્માષ્ટમીનો લોકમેળો આવતીકાલથી એટલે કે, ગુરુવાર 14મી ઓગસ્ટથી શરૂ થશે. આ માટે જિલ્લા કલેકટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મેળાની સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ બાદ મેળો શરૂ થશે. આ મેળામાં રમકડાંના 110 સ્ટોલ, નાની ચકરડી 18, મધ્યમ ચકરડી 3, ખાણીપીણી અને આઇસ્ક્રીમના 68 સ્ટોલ તેમજ યાંત્રિક રાઇડ્સ 34નો સમાવેશ થાય છે.

App Store

લોકમેળાને લીધે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા

રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાનો લીધે કેટલાક રસ્તીઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રેસકોર્ષ રિંગરોડને જોડતા 8 રસ્તાઓ પર વાહનચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં વાહનચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી રાખવામાં આવશે. ઉપરાંત બે ડીસીપી, ત્રણ એસીપી, 15 પીઆઈ સહિત 1700થી વધુ વધુ પોલીસ જવાનો ખડેપગે આ મેળામાં સુરક્ષા અને અન્ય જવાબદારીઓને લઈ જોવા મળશે. મેળામાં 14 વોચ ટાવરમાં વીડિયોગ્રાફી અને સીસીટીવી કેમેરા સજ્જ રહેશે. NDRF અને SDRFની ટીમો મેળામાં તૈનાત રહેશે.ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટૂ રહેશે. આ વર્ષે મેળાની ભીડને કન્ટ્રોલ કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.