VIDEO: અમદાવાદના યુવક પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો સામે ગુનો દાખલ
VIDEO: અમદાવાદના યુવક પર હુમલાને લઈ ગીર-સોમનાથ જિલ્લાના ડીવાયએસપી વી.આર.ખેંગારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને અમદાવાદના ધ્રુવરાજસિંહની રેકી કરી સોમનાથ મંદિરની દર્શન કરી પરત ફરતા રસ્તામાં બે કાર અથડાવીને કારમાં રહેલા શખ્સો બુકાની બાંધેલી હાલતમાં હતા. જેથી આ અમદાવાદના યુવકને લાકડી અને લોખંડના પાઈપથી માર મારવામાં આવ્યો હતો. જે બાદ ધ્રુવરાજસિંહ દેવાયત ખાવડ અને બીજા શખ્સો બુકાની બાંધેલી હાલતમાં હતા પરંતુ બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયા હતા. જો કે, અમદાવાદના યુવકની કારમાં રહેલા 42 હજાર રૂપિયા અને જીવલેણ માર મારવા અંગે તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કેસ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
ધ્રવરાજસિંહની સોશિયલ મીડિયાથી રેકી કરી આ શખ્સો દ્વારા માર મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેથી બધા શખ્સો સોમનાથ જઈને રસ્તામાં અમદાવાદના યુવકને આંતરીને માર માર્યો હતો. પોલીસ દ્વારા દેવાયત ખાવડ અને બીજા 15 લોકો સામે ગુનો નોંધી પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

