Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: A horrific accident occurred in Gondal city, a female worker died after getting trapped in a machine

VIDEO: ગોંડલ શહેરમાં સર્જાઈ ગોઝારી દુર્ઘટના, મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ગોંડલ શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી દુર્ઘટના સામે આવી છે. શહેરના ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી એક મહિલા શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃતક મહિલાની ઓળખ 55 વર્ષીય શારદાબેન ખાંટ તરીકે થઈ છે, જેઓ મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની હતા.

App Store

સવારે આશરે મશીનમાં ખોળ અટવાઈ જતાં તેને ધક્કો મારતી વખતે મહિલાનું કપડું મશીનમાં વીંટળાઈ ગયું હતું, જેથી તેઓ અંદર ખેંચાઈ ગયા હતા. દુઃખદ વાત એ છે કે, મૃતક મહિલા, તેમનો દીકરો અને ભત્રીજો માત્ર ગઈકાલે સાંજે જ આ મિલમાં કામે લાગ્યા હતા અને ત્યાં જ રહેતા હતા. આ સમગ્ર ઘટના મિલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મશીનના ભાગો ખોલી બહાર કઢાયેલા મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.