VIDEO: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના ભાતીગળ લોકમેળામાં અત્યાર સુધી 13 લાખ મુલાકાતીઓએ મોજ માણી
VIDEO: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા અને રાજકોટના ભાતીગળ શૌર્યના સિંદૂર મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આ મેળામાં અત્યાર સુધી કુલ 13 લાખ લોકો મુલાકાત લઈ ચુક્યા છે. ગત વર્ષે વરસાદને લીધે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના લોકો મેળો માણી નહોતા શક્યા. આ લોકમેળામાં સૌથી વધુ જન્માષ્ટમીના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જેને લઈ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને આર.એન્ડ બી સહિતનું તંત્ર ખડેપગે તૈનાત છે.
લોકમેળામાં સતત પાંચ દિવસથી પોલીસનો મેળામાં લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ મેળામાં અત્યાર સુધી 31 રાઈડ્સને તંત્રએ મળી આપી હતી. જ્યારે બે મોતના કૂવા સહિત ત્રણ રાઈડ્સને મંજૂરી નહોતી આપી.
રાજકોટના ભાતીગળ લોકમેળાના મેદાનમાં 600થી વધુ મળી 1900થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સત્તત ખડેપગે રહી મેળામાં કોઈ અજુંગતું ન બને તેની તકેદારી રાખી રહ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 100થી વધુ બાળકો માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા તેને તેઓનાં માતા-પિતાને સોંપવાનું કાર્ય પોલીસ વિભાગે કર્યું હતું.
આ મેળામાં આવતા નાના બાળકોના વાલીઓ તેમના બાળકોના પોકેટમાં નામ અને નંબરની ચિઠ્ઠી રાખે તેવી સતત પોલીસની સૂચના, બાળકોને વાલીઓ સાથે મિલાપ કરાવતા પોલીસના અદ્ભુત દ્રશ્યો આવ્યા સામે હતા

