Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Water supply to 69 villages cut off after filter plant in Tandalja village of Bodeli remained closed for 2 days

VIDEO: બોડેલીના તાંદલજા ગામે ફિલ્ટર પ્લાન્ટ 2 દિવસથી બંધ રહેતા 69 ગામડાઓને પાણી બંધ કરાયું

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાંદલજા ગામે પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી નહીં પહોંચતા બે દિવસથી બંધ છે. જેથી  બોડેલી પાસેથી નર્મદાની બ્રાન્ચ કેનાલમાંથી તાંદલજા ગામે આવેલા ફિલ્ટર પ્લાન્ટ પાણી સુધી લાવવામાં આવે છે. પરંતુ ગઈકાલથી બ્રાન્ચ કેનાલના પાણીનું લેવલ નીચે જવાથી, પાણી ઉપર નહીં આવતા ફિલ્ટર પ્લાન્ટ બંધ થયો છે. જેના લીધા કુલ 69 જેટલાં ગામોને હાલ તો પીવાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

App Store

નર્મદા નિગમના અને પાણી પુરવઠાના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવના કારણે હાલ તો બોડેલી તાલુકાના 69 ગામોને પીવાનું પાણી મળતું બંધ થયું છે, ત્યારે હવે બ્રાન્ચ કેનાલ નુ લેવલ ક્યારે ઉંચુ આવશે અને કયારે પ્લાન્ટ કાર્યરત થશે એ જોવું રહ્યું. જયારે સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને દર વર્ષે  કરોડો રૂપિયા પાણી પહોંચાડવા માટે ફાળવે છે, પરંતુ અધિકારીઓ કાળજી લેતા નથી. તેની વરવી વાસ્તવિકતા તાંદલજા ગામના ફિલ્ટર પમ્પમાં જોવા મળે છે.