Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Upleta news: BJP takes control of Upleta taluka panchayat! AAP's only member elected saffron, Congress' dreams shattered

Upleta news: ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો! 'આપ'ના એકમાત્ર સદસ્ય કેસરિયા કર્યા, કોંગ્રેસના સપના રોળાયા

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
Upleta news: ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો! 'આપ'ના એકમાત્ર સદસ્ય કેસરિયા કર્યા, કોંગ્રેસના સપના રોળાયા
સોર્સ : GSTV

Upleta news: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે એક મોટો અને નિર્ણાયક વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો નક્કી કરી શકે તેવી સ્થિતિમાં રહેલા આપના એકમાત્ર વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરિયો ધારણ કર્યો છે. આ પક્ષપલટા સાથે જ ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો નિશ્ચિત થઈ ગયો છે.

App Store

આપના સદસ્ય બન્યા કિંગમેકર
તાજેતરની ચૂંટણીના પરિણામોમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 8-8 બેઠકો મળી હતી. બહુમતી માટે કુલ 9 બેઠકોની જરૂરિયાત હતી, જે બંને પક્ષો પાસે નહોતી. આવા સમયે મોટી પાનેલી બેઠક પરથી વિજયી બનેલા આપના ઉમેદવાર ચંદુભાઈ જાદવ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા હતા. તેઓ જે પક્ષને સમર્થન આપે તેની સરકાર બને તેમ હતી. અંતે ચંદુભાઈએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે, જ્યારે કોંગ્રેસ 8 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.


નારાજગી બાદ ચંદુભાઈની 'ઘરવાપસી'
ચંદુભાઈ જાદવનું ભાજપમાં જોડાવું એ વાસ્તવમાં તેમની 'ઘરવાપસી' માનવામાં આવે છે. અગાઉ તેઓ ભાજપ સંગઠનમાં તાલુકા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. જોકે, ગત ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતે સર્જાયેલા અસંતોષને કારણે તેઓ નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જીત હાંસલ કરી હતી. નોંધનીય છે કે તેમના પત્ની શારદાબેન જાદવ હાલમાં સરપંચ તરીકે કાર્યરત છે.

વિકાસના કામોથી પ્રેરાઈને લીધો નિર્ણય
સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને અન્ય ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ ચંદુભાઈએ જણાવ્યું હતું કે, 'ભાજપ સરકાર દ્વારા જે રીતે વિકાસના કામો કરવામાં આવે છે તેનાથી પ્રેરાઈને મેં ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પંચાયતના કામોમાં પણ પક્ષનો સારો સહકાર મળ્યો છે, તેથી 'આપ'માંથી રાજીનામું આપીને હું સ્વગૃહે પરત ફર્યો છું.'