રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત

રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોતની ઘટના ઘટી છે. કુવાડવા-વાંકાનેર રોડ પરના અજય વે-બ્રિજ સામેના જળાશયમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેઓના કમકામાટીભર્યા મોત નિપજ્યા છે.
રાજકોટમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
મળતી માહિતી મુજબ, રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર અજય વે-બ્રિજ સામે આવેલા જળાશયમાં ગણેશ વિસર્જનની ધાર્મિક વિધિ કરતી વખતે પગ લપસી જતાં એક જ પરિવારના ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાં ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયના મોત નીપજ્યા હોવાનું જણાય છે. યુવકોના મોતને પગલે પરિવારમાં છોકનો માહોલ છવાયો છે.
મૃતકોના નામ
નયનભાઈ ચૌહાણ
ધીરુભાઈ ચૌહાણ
નરેન્દ્રભાઈ ચૌહાણ
ડૂબવાની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તરવૈયાની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. સમગ્ર મામલે પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

