Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rickshaw driver kills Nepali youth by throwing stones at him over trivial matter

VIDEO: Rajkotમાં રિક્ષા ચાલકે નજીવી બાબતે નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકી કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ શહેરમાં એક 26 વર્ષીય નેપાળી યુવકની માથા અને મોઢાના ભાગે પથ્થર મારીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ અને ગમગીની જોવા મળી રહી છે.

App Store

મૃતકની બહેને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માત્ર એક મોબાઈલ ફોનની બાબતમાં થયેલી માથાકૂટમાં એક રિક્ષાચાલકે તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. રિક્ષાચાલકે ઉશ્કેરાઈ જઈને યુવકના મોઢા અને માથાના ભાગે ભારે પથ્થર ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.

હત્યાની  ઘટના બાદ મૃતકની બહેને રાજકોટ પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તેણે રડતા અવાજે જણાવ્યું કે, "રાજકોટ હવે સુરક્ષિત રહ્યું નથી. અહીં નાની-નાની વાતોમાં લોકો હત્યા કરી નાખે છે.
ભોગ બનનાર નેપાળી પરિવાર હાલ ન્યાયની આશ લગાવીને બેઠો છે અને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.