Rajkot news: સ્કૂલમાં વિદ્યાર્થીનું વોલીબોલ રમતા રમતા નિપજ્યું મોત, પરિવાર પર તૂટી પડ્યું આભ

સોર્સ : gstv
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં SNK સ્કૂલનો વિદ્યાર્થી વોલીબોલ રમતા રમતા અચાનક ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીને બેભાન સ્થિતિમાં તાત્કાલિકના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
વોલીબોલ રમતા હાર્ટ એટેક આવ્યો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીને વોલીબોલ રમતા હાર્ટ એટેક આવ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીની ઓળખ આદિત્ય વાછાણી તરીકે થઈ છે. એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મેટોડામાં ફેક્ટરી ધરાવતા અને સુખી સંપન્ન વાછાણી પરિવારનો આ એકનો એક પુત્ર હતો. નાની ઉંમરમાં યુવાનના અચાનક મૃત્યુથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

