Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Lalit Vasoya's counterattack on Mahendra Padaliya's statement

VIDEO: Rajkot / ભાજપને ગત ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો પણ નહોતા મળ્યા; મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર લલિત વસોયાનો પલટવાર

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પર રાજકીય નિવેદનબાજીએ જોર પકડ્યું છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસના ઉમેદવારો અંગે કરેલા એક નિવેદન બાદ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મેદાનમાં આવીને વળતો પ્રહાર કર્યો છે. વસોયાએ પાડલિયાની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવીને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.

App Store

તાજેતરમાં મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપ્યું હતું કે, "કોંગ્રેસની આબરૂ સાચવવા માટે ભાજપે ઉમેદવારો આપ્યા છે." આ વાતને પાયાવિહોણી ગણાવતા લલિત વસોયાએ આકરા પ્રહાર કર્યા હતા. વસોયાએ કહ્યું કે, "મહેન્દ્ર પાડલિયા રાજકીય રીતે બફાટ કરી રહ્યા છે, તેઓ કદાચ માનસિક રીતે અસ્વસ્થ છે. તેઓ ઘણીવાર પોતાના કાર્યકરો અને આગેવાનોના નામ પણ ભૂલી જાય છે."

લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધતા ઉમેર્યું કે, "ભાજપે બીજાની ચિંતા છોડીને પોતાના ભાણામાં શું છે તે જોવું જોઈએ." તેમણે જૂના દિવસો યાદ અપાવતા કહ્યું કે, ગત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને ધોરાજી-ઉપલેટામાં સ્થાનિક ઉમેદવારો પણ મળતા નહોતા અને પક્ષે બહારથી ઉમેદવારો લાવવા પડ્યા હતા. લલિત વસોયાએ આગામી પંચાયતની ચૂંટણીઓમાં જનતા ભાજપને આ બધી વાતોનો સ્પષ્ટ જવાબ આપશે.