Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : BJP female worker Pragya Pithdiya cries in public after not getting ticket

VIDEO: Rajkot / ટિકિટ ન મળતા ભાજપના મહિલા કાર્યકર્તા પ્રજ્ઞા પીઠડિયા જાહેરમાં રડી પડ્યા

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપમાં ટિકિટની વહેંચણીને લઈને કાર્યકર્તાઓની નારાજગી સામે આવી છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના સક્રિય મહિલા કાર્યકર પ્રજ્ઞાબેન પીઠડિયા ટિકિટ ન મળવાને કારણે મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જ રડી પડ્યા હતા. 10થી 12 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા છતાં પક્ષે કદર ન કરી હોવાનો આક્ષેપ તેમણે ભાવુક થઈને કર્યો હતો.

App Store

પ્રજ્ઞાબેન પીઠડિયા છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ભાજપમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમણે આગામી ચૂંટણી માટે ઓબીસી (OBC) સમાજમાંથી પ્રતિનિધિત્વ મેળવવા માટે પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી અને પોતાની દાવેદારી પણ નોંધાવી હતી. જોકે, પક્ષ દ્વારા અન્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવતા તેઓ નારાજ થયા હતા.

મંત્રીની હાજરીમાં જ છલકાયું દર્દ
એક જાહેર કાર્યક્રમ દરમિયાન, જ્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત હતા, ત્યારે પ્રજ્ઞાબેન પોતાનું દર્દ રોકી શક્યા નહોતા. તેમણે રડતા રડતા જણાવ્યું કે, "મેં છેલ્લા 10-12 વર્ષથી ભાજપમાં સક્રિય છું. પોતાના ખર્ચે પેટ્રોલ બાળીને પક્ષનું કામ કર્યું છે. 

સ્ટેજ પર મહિલા કાર્યકરને ભાવુક થતા જોઈને ત્યાં હાજર ધારાસભ્ય દર્શિતાબેન શાહ તુરંત તેમની પાસે પહોંચ્યા હતા. તેમણે પ્રજ્ઞાબેનને સાંત્વના આપી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે કાર્યકરોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે શું પક્ષમાં વર્ષોથી મહેનત કરતા પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે?