VIDEO: Rajkot / ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 7માં મોટા ફેરફારના સંકેત મળ્યા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના હાઈપ્રોફાઈલ ગણાતા વોર્ડ નંબર 7માં ઉમેદવારના નામમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર શૈલેષ જાનીના સ્થાને હવે નેહલ શુક્લને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ફોર્મ ભરવાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નેહલ શુક્લના સમર્થકો દ્વારા પક્ષના મોવડી મંડળ સમક્ષ જોરદાર લોબિંગ કરવામાં આવ્યું છે. સમર્થકોની માંગ છે કે વોર્ડના વિકાસ અને મજબૂત પકડ માટે નેહલભાઈ યોગ્ય ઉમેદવાર છે. આ લોબિંગને કારણે પક્ષ સ્તરે પણ ફેરવિચારણા શરૂ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
નેહલ શુક્લના નામની ચર્ચા પાછળ તેમની ગત ટર્મની કામગીરી મુખ્ય કારણ માનવામાં આવે છે. ગત ટર્મ દરમિયાન તેમણે કરેલી નિષ્પક્ષ અને સક્રિય લોકસેવાને કારણે મતદારો અને કાર્યકરોમાં તેમની છબી ખૂબ જ સારી છે. આ જ લોકપ્રિયતાને આધારે અંતિમ ઘડીએ તેમનું નામ ફરી અગ્રેસર બન્યું છે.

