Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fire breaks out in game zone on Kalavad Road in Rajkot

Rajkotના કાલાવડ રોડ પરના ગેમઝોનમાં લાગી આગ, સદ્નસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkotના કાલાવડ રોડ પરના ગેમઝોનમાં લાગી આગ, સદ્નસીબે જાનહાનિ ટળી
સોર્સ : gstv

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં આજે(26 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે રવિવાર હોવાથી અને વેકેશનનો સમય હોવાને કારણે ગેમઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા.

App Store

આગની ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ અંદર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો બહાર તરફ દોડ્યા હતા.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.