Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Combing in ribada to catch absconding grandson of ex-MLA in firing case

ફાયરિંગ કેસમાં પૂર્વ ધારાસભ્યના ફરાર પૌત્રને પકડવા માટે રીબડામાં કોમ્બિંગ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફાયરિંગ કેસમાં પૂર્વ ધારાસભ્યના ફરાર પૌત્રને પકડવા માટે રીબડામાં કોમ્બિંગ
સોર્સ : gstv

ગોંડલના સડક પીપળીયા ગામે પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરી પૂર્વ ધારાસભ્યના પૌત્ર દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનાને અનુલક્ષીને રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી છે. ગત મોડી રાત્રે રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. એલસીબી, એસઓજી અને ગોંડલ ડિવિઝનના ૭૦થી વધુ પોલીસ જવાનો દ્વારા અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે વાડી વિસ્તાર અને હાઇ-વે પર સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ફરાર આરોપીની શોધખોળ આદરી હતી.

App Store


પ્રાપ્ત વિગત મુજબ રવિવાર રાત્રે ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં રહેતા એક પરિવારના સભ્યો પર ખેતરમાં બકરા ચરાવવાનો ખાર રાખી ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર તથા અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધુ્રવરાજસિંહ જાડેજા તથા તેના માણસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ધુ્રવરાજસિંહ દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. રૂરલ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક સગીર સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી હતી, જયારે મુખ્ય આરોપી ધુ્રવરાજસિંહ ફરાર થઇ ગયો હતો.


ફરાર આરોપીને સત્વરે પકડી પાડવા ગોંડલ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેતૃત્વ હેઠળ ગત રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી ગોંડલ ડિવિઝનના પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો મળી ૭૦થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી રીબડા અને સડક પીપળીયા વિસ્તારમાં આવેલા અનેક ઘરો, ખેતરો અને વાડી વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન અનિરૂધ્ધસિંહ જાડેજાનાં નિવાસસ્થાન તથા વાડીમાં પણ પોલીસે કડક સુરક્ષા વચ્ચે દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી દરોડાઃ એસપી


એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં સગીર સહિત પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે, જયારે ફરાર મુખ્ય સૂત્રધાર ધુ્રવરાજસિંહ જાડેજાને સત્વરે પકડી લેવા ગત રાત્રિના રીબડામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી દરોડાનો દોર યથાવત રાખવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News