VIDEO: ગોંડલના સડક પીપળીયામાં યુવક પર ફાયરિંગ: રીબડાના ધ્રુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ, ૪ આરોપીઓ ઝબ્બે
સોર્સ : gstv
ગોંડલના સડક પીપળીયા ગામે બકરા ચરાવવા આવેલા એક યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ મામલે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધ્રુવરાજસિંહ જાડેજા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. ઘટનાના બે દિવસ બાદ નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કરણ બામણિયા, અરમાન હોથી, સમીર વીસળ અને સજુભા ઝાલા નામના ચાર શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજા ફરાર હોય પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

