Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Chordi village of Gondal took out a symbolic cremation procession of Jetco company to protest against the installation of power poles in Gauchar, a unique outrage.

VIDEO: ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલ નાખવાના વિરોધમાં જેટકો કંપનીની પ્રતિકાત્મક સ્મશાનયાત્રા કાઢી અનોખો આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચરની જમીનમાં જેટકો કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વિરોધના ત્રીજા દિવસે ગ્રામજનોએ ગૌચર નજીક સ્મશાન ખાતે જેટકો કંપનીની પ્રતિકાત્મક નનામી કાઢી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ કંપનીના પૂતળા અને નનામી પર છાજીયા લઈને પ્રતિકાત્મક અંતિમવિધિ કરી હતી, જેમાં ગામના આગેવાનો, ખેડૂતો અને માલધારીઓ સહિત 50થી વધુ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ લેખિત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબો ન મળતા તંત્ર સામે ગ્રામજનોનો વિશ્વાસ ડગમગ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ગૌચર અને ગાયોના રક્ષણ માટે ક્ષત્રિય સમાજ અને ગ્રામજનો ગમે તે ભોગે લડી લેવા તૈયાર છે, અને જ્યાં સુધી કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

App Store