Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : An old building collapsed in Devpara, Gondal, an auto rickshaw was crushed, a major loss was avoided!

VIDEO: ગોંડલના દેવપરામાં જૂનું મકાન ધરાશાયી, ઓટો રિક્ષાનો કચડઘાણ, મોટી જાનહાનિ ટળી!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ગોંડલમાં આવેલા દેવપરા વિસ્તારની ખાટલા શેરીમાં એક જૂનું જર્જરિત મકાન અચાનક ધારાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનનો કાટમાળ રસ્તા પર ઊભેલી ઓટો રિક્ષા પર પડતાં રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાન ખાલી હતું અને તેમાં કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જોકે મકાનનો બાકી બચેલો જર્જરિત ભાગ પણ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે શેરીમાંથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક રહીશો પર સતત જોખમ તોળાઈ રહ્યું હોવાથી તંત્ર દ્વારા બાકી ભાગ દૂર કરવાની તાકીદની જરૂર છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News