VIDEO: રાજકોટ / ગોંડલના ધુડસીયામાં ખેતર પાડોશીઓના ત્રાસથી કંટાળી ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધુડસીયા ગામમાં ખેતર પાડોશીઓના ત્રાસથી કંટાળી ખેડૂત મહેન્દ્રભાઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મરતા પહેલા ખેડૂતે મોબાઈલમાં વીડિયો બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી. વીડિયોમાં કેટલાક લોકો પર છેલ્લા ચાર વર્ષથી ખેતરનું પાણી બંધ કરવું, ટ્રેક્ટર રોકાવવું અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરાયા છે. ઝેરી દવા પીતા પહેલા તેમણે પોતાના પરિવાર અને દીકરાની ચિંતા વ્યક્ત કરી હતી. સારવાર દરમિયાન રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. સુલતાનપુર પોલીસે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરી છે.

