VIDEO : Rajkot માં બ્રિજ તૈયાર પણ નેતાઓ ગેરહાજર! ₹74 કરોડના ખર્ચે બનેલ સાંઢિયા પુલ લોકાર્પણના વાંકે બંધ
સોર્સ : gstv
રાજકોટના જામનગર રોડ પર આવેલો સાંઢિયા પુલ તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ અટકી પડ્યું છે. આશરે ₹74.32 કરોડના ખર્ચે જામનગર રોડ પરના આ પુલનું કામ પૂર્ણ થઈ ચુક્યુ છે. 46 વર્ષ જૂના આ ટૂ-લેન પુલને હવે ફોર-લેન બનાવવામાં આવ્યો છે, જે જામનગરને સીધું રાજકોટ શહેર સાથે જોડે છે. પરંતુ વહીવટી તંત્ર કે મનપાના હોદ્દેદારોની નિમણૂક ન થવાના કારણે આ બ્રિજ હજુ સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી. છેલ્લા 26 મહિનાથી ભારે ટ્રાફિક સમસ્યા વેઠી રહેલા વાહનચાલકો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આ જામમાંથી મુક્તિ ક્યારે મળશે?

