Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Big revelation in the digital arrest scam

Rajkot: ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં મોટો ખુલાસો,1.14 કરોડની છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં મોટો ખુલાસો,1.14 કરોડની છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા
સોર્સ : GSTV

ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી રૂ. 1.14 કરોડ પડાવવાના મોટા કૌભાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ નવા ખુલાસા સાથે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ સકંજામાં આવ્યા છે.

App Store

સાયબર ક્રાઈમ પોલીસે ભાવનગર અને તળાજાના ધ્રુવ અગ્રાવત અને રણજીત વાઘેલા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ તેમના બેંક ખાતા ભાડે આપીને છેતરપિંડી કરનારાઓને મદદ કરતા હતા. બદલામાં, તેઓ કમિશન પેટે રૂ. 10,000 મેળવતા હોવાનું સામે આવ્યું છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.