Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Accused absconds after fatally attacking husband, wife and child with hammer in Jhanjmer village

Dhoraji news: ઝાંઝમેર ગામમાં દંપતી અને બાળકી પર જીવલેણ હુમલો કરી આરોપી ફરાર

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Dhoraji news: ઝાંઝમેર ગામમાં દંપતી અને બાળકી પર જીવલેણ હુમલો કરી આરોપી ફરાર
સોર્સ : GSTV

ગુજરાતના ધોરાજીમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ધોરાજીના  ઝાંઝમેર ગામે પતિ–પત્ની અને બાળકી પર હથોડાથી હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે MPથી મજૂરી કામ માટે ઝાંઝમેરમાં આવેલા રાકેશભાઈ શીગાળા, તેમની પત્ની કાંતુબેન તથા પાંચ વર્ષની પુત્રી રાયકુ પોતાના ઓરડીમાં બેઠા હતા. ત્યારે અચાનક આરોપી વિજય ઓરડીમાં ઘૂસી આવ્યો હતો.

App Store

પતિ, પત્ની અને નાનકડી પુત્રી પર હથોડા વડે માથાના ભાગે હુમલો કર્યો 

આરોપીએ પતિ, પત્ની અને નાનકડી પુત્રી પર હથોડા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે હુમલાની ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ પરિવારને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવે સમગ્ર ઝાંઝમેર ગામમાં ચકચાર મચાવી છે.ઘટનાને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.