Video: પોલીસ સંભારણા દિવસે રાજકોટ પોલીસ દ્વારા શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ

આજે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા શહીદ સ્મારક પર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી શહીદોના સ્મરણમાં નમન કર્યા હતા.આ પ્રસંગે છેલ્લા એક વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ફરજ દરમિયાન વીરગતિ પામેલા તમામ જવાનોને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા.આ સાથે જ શહીદ જવાનોની સાથે સાથે તેમના પરિવારોના અમૂલ્ય ત્યાગ અને સમર્પણને પણ શિર ઝુકાવીને સલામી આપવામાં આવી હતી.







