મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વરસાદે ઉજાગર કર્યા ઓવર બ્રિજ પરના ભ્રષ્ટાચારના ખાડા, લોખંડના સળિયા દેખાવા લાગતા ભયમાં વાહનચાલકો

સુરત ફ્લાય ઓવર બ્રિજના શહેર તરિકે ઓળખાય છે. ત્યારે રિંગ રોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા ફ્લાય ઓવર બ્રિજમાં ભ્

સુરતમાં વરસાદે ઉજાગર કર્યા ઓવર બ્રિજ પરના ભ્રષ્ટાચારના ખાડા, લોખંડના સળિયા દેખાવા લાગતા ભયમાં વાહનચાલકો

સુરત ફ્લાય ઓવર બ્રિજના શહેર તરિકે ઓળખાય છે. ત્યારે રિંગ રોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા ફ્લાય ઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. આ બ્રિજ પર ખાડા પડતા સળીયા દેખાવા લાગ્યા છે. અહિંના બ્રિજની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ થઈ રહી છે. 

તાત્કાલિક રિપેર કરવાની માગ

હાલમાં આ બ્રિજ પરના ખાડામાં સળીયા દેખાતા હોય વાહન ચાલકો માટે આ બ્રિજ  જોખમી બની રહ્યો હોવાની ફરિયાદ છે. પાલિકા દ્વારા થીંગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ હવે આ સળીયા વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવી ભીતિ છે. આ ખાડાના કારણે વાહન ચાલકોને નુકસાન થવા સાથે તેઓની મુશ્કેલી વધી શકે તેમ છે. તેથી તાત્કાલિક રિપેર કરવા માટેની માગણી થઈ રહી છે.

કામગીરીની પોલ ખુલી

સુરત શહેરમાં નાના-મોટા 125 બ્રિજ બની જતાં બ્રિજ સિટી બની ગયું છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. હાલમાં રીગરોડ પરનો ફ્લાય ઓવર બ્રિજ પર કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને તેમાં સળીયા બહાર દેખાતા જોવા મળી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો