Video: રેલનગરમાં તોડફોડ, અસામાજિક તત્વોનો આતંક

રાજકોટના રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વિસ્તારમાં આવેલી દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે દુકાનોની બહાર સોડાની બોટલોના બેફામ ઘા કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તોડફોડની ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.




