Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Protest by transportation over unfair toll collection on Adalaj-Mehsana road, calls for boycott of toll

અડાલજ - મહેસાણા રોડ પર બેફામ ટોલ વસૂલીને લઈને ટોલનો બહિષ્કાર કરવાની હાંકલ, ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અડાલજ - મહેસાણા રોડ પર બેફામ ટોલ વસૂલીને લઈને ટોલનો બહિષ્કાર કરવાની હાંકલ, ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદના અડાલજ મહેસાણા રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખર્ચની તુલનાએ અનેકગણો ટોલટેકસ વસૂલી લીધો હોવા છતાં તેના પર ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ રાખવા સામેના વિરોધમાં કોમર્શિયલ વાહનધારકો આજે 21 ડિસેમ્બરે અડાલજ-મહેસાણા ટોલ નાકાએ એકઠા થવા લાગ્યા અને ટોલ ન ભરવાનો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત વડોદરા-હાલોલ ટોલ ટેક્સ પર ટ્રાન્સપોટર્સ વિરોધ પ્રદર્શન કરશે. 

App Store

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યા 'રામ રામ'

ગુજરાતના વડોદરા-હાલોલ અને અડાલજ  મહેસાણા આ બંને રોડ ઉપર 2001-2002થી ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશને ટોલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. આ અંગે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રૂ. 500 કરોડના ખર્ચે બાંધેલા રોડ પર રૂ. 3000 કરોડ વસૂલી લેવાયા

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે કે સરકાર સાથે રસ્તો બાંધવાનો કરાર કર્યો તેમાં કંપનીએ તેને 20 ટકા વાર્ષિક નફો મળવો જોઈએ તેવી શરત મૂકી હતી. આમ રૂ. 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર રૂ. 100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી હતી. નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીને રૂ. 100 કરોડનો નફો ન થાય અને માત્ર રૂ.75 કરોડનો નફો થાય તો બાકી રૂ. 25 કરોડ મૂડીમાં ઉમેરાય અને તેના પર 20 ટકાનો વધુ નફો કરવાની છૂટ મળવી જોઈએ તેવી શરત રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ મુજબ તેને 2030ની સાલ સુધી ટોલ વસૂલવાની છૂટ મળેલી છે. આ શરતને આધીન રહીને 2010ની સાલમાં ગુજરાત સરકારે રૂ.1910 કરોડ રિકવર કરવાની છૂટ આપી હતી. આ રકમ 2030ની સાલ સુધીમાં રિકવર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. પરંતુ 2030 સુધીમાં 1910 કરોડ વસૂલ ન થાય તેમ હોવાનું જણાવીને કંપનીએ તેની ટોલ વસૂલ કરવાની મુદત 2040 સુધી લંબાવી આપવાની માગણી મૂકી છે. આમ કંપની આજીવન મુદત વધાર્યા જ કરશે તેવી ટ્રાન્સપોર્ટર્સને દહેશત છે. તેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે કંપનીએ રોડનું મેઇન્ટેનન્સ જોઈએ તેવું કર્યુ જ નથી.

આ પણ વાંચો: અડપલાં કરતાં પકડાયેલા લાયબ્રેરિયનના ચોંકાવનારા ખુલાસા, લંપટે અગાઉ આઠેક વિદ્યાર્થિનીઓની કરી હતી છેડતી

વડોદરા-હાલોલનો રોડ બનાવવામાટે રૂ. 170.64 કરોડ અને અડાલજ મહેસાણાનો રોડ બાંધવા માટે રૂ. 344.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ બંનેનો મળીને રૂ. 515.19 કરોડનો ખર્ચ થયો છે. અત્યાર સુધીમાં કંપનીએ રૂ. 3000 કરોડથી વધુની આવક કરી લીધી છે. બીજા રાજ્યો અને બીજા રાજ્યના નેશનલ હાઇવેની સરખામણીમાં ગુજરાતના બે રસ્તાઓ ઉપર 52 (બાવન) ટકાથી માંડીને 380 ટકા વધુ ટોલ ટેકસ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કિલોમીટર દીઠ રૂ. 3.92 વસૂલવામાં આવે છે. જ્યારે વડોદરા હાલોલ હાઇવે પર કિલોમીટર દીટ રૂ. 5.84 અને અમદાવાદ મહેસાણા હાઇવે પર કિલોમીટર દીઠ રૂ.5.72 વસૂલવામાં આવે છે. 

અમદાવાદ મહેસાણા હાઇવે પર જૂન 2009 સુધીમાં રૂ. 939.41 કરોડ અને વડોદરા હાલોલ રોડ પર રૂ.797.72 કરોડ મળીને રૂ. 1737 કરોડ વસૂલી લેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા પંદર વર્ષમાં થયેલી આવક અંદાજે રૂ. 3000 કરોડથી પણ વધી ગઈ હોવાનું કહી શકાય તેમ છે. છતાં કંપની ટોલની રકમ સમયે સમયે વધાર્યા જ કરે છે.

ટોલના દર વધારવા અંગે સપ્ટેમ્બર 2023માં એક ફરિયાદ પણ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરવામાં આવેલી છે. પરિણામે માલની હેરફેર કરતી કંપનીઓના કુલ ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચનું ભારણ વધીને 15 ટકા સુધી પહોંચી ગયું છે. આ અંગે ગુજરાત સરકારને વારંવાર કરેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ છે.

આ પણ વાંચો: VIDEO: 'કચ્છ તમારી રાહ જોઇ રહ્યું છે', PM મોદીએ રણઉત્સવ માટે દેશવાસીઓને આપ્યું આમંત્રણ

બિલ્ટ, ઓપરેટ ઍન્ડ ટ્રાન્સફર-બોટના ધોરણે બાંધી આપવામાં આવેલા આ રોડ બનાવનારી કંપની જીઆરઆઇએલ-ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં 16 ટકા શેર્સ ગુજરાત સરકારના અને 84 ટકા શેર્સ વિદેશી કંપનીની માલિકીના છે. આ રોડ બાંઘ્યો ત્યારે તેમને તેમના મૂડીરોકાણ અને વ્યાજ સહિતનું વળતર મળી જાય તે પછી ટોલ વસૂલવાનું બંધ કરી દેવાની શરત સામાન્ય રીતે રાખવામાં આવે છે.