ગુજરાતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યા 'રામ રામ'

મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે. એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે ઈન્દ્રજીતસિંહ પરમારે ભાજપને અલવિદા કરી પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જ પૂર્વ ધારાસભ્યની ઘરવાપસી થઈ છે. હજુ ઘણાં દિગ્ગજ નેતાઓ ભાજપનો કેસરી ખેસ ઉતારે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં પોલીસનો મોટો ખુલાસો, જાણો કેવી રીતે બની ઘટના
ઇન્દ્રજીતસિંહ પરમારે ભાજપને રામરામ કર્યાં
લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કેટલાંય નેતાઓએ પક્ષની વંડી ઠેકીને કમલમ તરફ દોટ માંડી હતી. તે વખતે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે પણ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે, ઘણાં ટૂંકા સમયમાં જ ઈન્દ્રજીતસિંહ પરમારનો ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો હતો.
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર થશે
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર જ નહીં, હજુ ઘણાં નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ કારણોસર ખેડા જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી પર તેનો પ્રભાવ પડશે તેવો કોંગ્રેસી નેતાઓને આશાવાદ છે.

