VIDEO: સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: ડિંડોલીમાં આખો રોડ બેસી ગયો
સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમ

સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં ભુવા રાજ યથાવત રહેતા, રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર અને બેદરકારી સપાટી પર આવ્યા છે.તાજેતરમાં ડિંડોલી ચાર રસ્તા પાસે અચાનક આખો રોડ બેસી ગયો હતો અને એક મોટો ભુવો પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટી ટ્રક આ ખાડામાં ગરકાવ થઈને ફસાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ આ રીતે ધોવાઈ જતાં તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




