Porbandar news: કોટડા ગામે શ્વાને 2 માસનાં બાળકને ફાડી ખાધો, પરિવાર શોકમાં ગરકાવ

Porbandar news: પોરબંદર જિલ્લામાં આવેલા ખોબા જેવડાં કોટડા ગામમાંથી ચકચારી ઘટના સામે આવી રહી છે. આ ગામમાં શ્વાનનો આતંક એટલો હદે વધી ગયો છે કે, મંજૂર પરિવારના 2 માસનાં બાળકને ઉપાડી જઈને ફાડી ખાધું. જે બાદ બાળકના માતા-પિતા અને આસપાસના લોકોએ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જવાયું પરંતુ ત્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી આ શ્રમજીવી પરિવારમાં આભ તૂટી પડયું હતું.
મળતી વિગતો અનુસાર, પોરબંદરના કોટડા ગામમાં શ્વાન સાંજે 4 ચાર વાગ્યાના સુમારે ઘોડિયામાં ભરનિંદ્રામાંથી શ્વાન ઉપાડી જઈને ભાગ્યો હતો. જે બાદ મધ્યપ્રદેશના મજૂર પરિવારના એકના એક બાળક વિશાલને આ શ્વાને ફાડી ખાધું હતું. ત્યારબાદ શ્વાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાથી હતપ્રભ બનેલા મૃતકના માતા-પિતા અને આસપાસના રહીશો દોડી જઈને ગંભીર હાલતમાં બાળકને પોરબંદરની સરકારી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે, સારવાર દરમ્યાન 2 માસનાં બાળકનું મોત નિપજયું હતું. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નોંધનીય છે કે, આ પહેલાં પણ પોરબંદરના કુતિયાણામાં અવાર-નવાર આવા શ્વાનના આતંકની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. હજુ એક મહિના પહેલાં જ કુતિયાણામાં એકસાથે 14 લોકોને શ્વાનના કરડવાની માહિતી સામે આવી હતી. ત્યારે પણ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, એ વાતનો હજુ મહિનો પણ નથી થયો ત્યાં શ્વાનના આંતકથી એક બાળકનો જીવ ગયો. તેમ છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માટે રસ દાખવતું નથી.

