સિદ્ધપુર: કોટ ગામના શખ્સે મહિલા PSIને આપી ધમકી, 'હું તમને કરાવી દઈશ સસ્પેન્ડ'

પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં કોટ ગામના શખ્સે મહિલા PSIને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. મહિલા PSIએ શખ્સને સાઈડમાં બેસો તેમ કહેતા શખ્સ ઉશ્કેરાયો હતો. આ શખ્સે મહિલા PSI સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાવવાની આપી ધમકી
મહિલા પોલીસ અધિકારીને તોછડાઈ ભર્યા શબ્દો બોલી યુવાને સસ્પેન્ડ કરાઈ દેવાની ધમકી આપી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન નટવરભાઈ પટેલ દ્વારા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

