Sabarkantha: નર્સિંગની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. માહિતી અનુસાર હિમાંશુ પરમાર અને હર્ષ

સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. માહિતી અનુસાર હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામના બે ઈસમો આ વિદ્યાર્થિનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જે બાદ કંટાળીને વિદ્યાર્થિની હેતલ સુતરિયાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો.
હેતલ સુતરિયા નર્સિંગની વિદ્યાર્થીની હતી. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીના ભાઈએ હિમાંશુ પરમાર અને હર્ષ વણકર આ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે જાદર પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર છે.



