ચોમાસુ, શિયાળો અને ઉનાળામાં ફોનની નહી રહે ચિંતા, ભારતમાં જ પરીક્ષણ થયેલો મોબાઈલ આવ્યો માર્કેટમાં
ભારતમાં ચોમાસું, શિયાળો અને ઉનાળા જેવી ઋતુઓ આવે છે. સાથે જ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ આબોહવા રહે છે. ત્યારે આ ઋતુમાં કામકાજ

ભારતમાં ચોમાસું, શિયાળો અને ઉનાળા જેવી ઋતુઓ આવે છે. સાથે જ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ આબોહવા રહે છે. ત્યારે આ ઋતુમાં કામકાજ પર નીકળતા લોકોને પોતાના ફોનની ચિંતા રહેતી હોય છે. ત્યારે મોબાઈલ ફોનને પાણી, પરસેવા અને ગરમીની સાથે સાથે ઠંડીમાં પણ બચાવતા ફોનનું પરીક્ષણ કરીને રજૂ કરવામાં આવ્યો છે. ઓપો દ્વારા એફ 29 ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જે કામકાજ સાથે સંકળાયેલા લોકોની ચિંતામાં ઘટાડો કરશે.
ભારતમાં જ પરીક્ષણ કરાયેલા ઓપો એફ 29 સિરીઝના ડ્યુરેબલ ચેમ્પિયનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ફોનના કલરથી લઈને ફિચર અત્યાધુનિક રાખવામાં આવ્યાં છે. એઆઈ ફિચરની હારમાળા ફોનમાં જોવા મળે છે. આકર્ષક કલરની સાથે ફોનને રજૂ કરવામાં આવ્યો છે. બેટરી પણ લોંગ ટાઈમ ચાલે તેવી બનાવવામાં આવી છે. કેમેરાની સાથે સાથે સ્પીકર પણ ઉચ્ચ ક્વોલિટીના આપવામાં આવ્યાં છે.
પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ ઉપાસનાએ કહ્યું કે, ભાજપના લોકોને તથા વાતાવરણને ધ્યાનમાં રાખીને ફોન બનાવવામાં આવ્યો છે. આ ફોન પડી જાય તો પણ ચિંતા ન રહે તે રીતે બનાવાયો છે. 18 પ્રકારના લિક્વિડમાં ફોનને કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. સાથે અંડરવોટર ફોટોગ્રાફી કરી શકાય તેવા ફિચર રજૂ કરવામાં આવ્યાં છે.બેટરી રિવર્સ ચાર્જ થાય અને વધુ સમય ચાર્જરમાં રહે તો પણ પ્રોબ્લેમ ન આવે તે રીતેની બનાવવામાં આવી છે. સ્લિમની સાથે એલિગન્ટ ડિઝાઈન રજૂ કરવામાં આવી છે.





