Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Water bombardment in Navsari: The sight of Jaltandav appeared in the sky

VIDEO: નવસારીમાં જળબંબાકાર: આકાશી દ્રશ્યોમાં સામે આવ્યો જળતાંડવનો નજારો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે સર્જેલા મેઘતાંડવને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં ચારેબાજુ પાણી ભરાઈ જતા કાશીવાડી, બેસતખાડા, શાંતાદેવી અને બંદર રોડ જેવા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. રાત્રિના સમયે ઘરોમાં પાણી ઘૂસી આવતા લોકોની ઘરવખરી અને ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને પગલે અનેક અસરગ્રસ્ત પરિવારોએ સ્થળાંતરિત થઈને અત્યંત વિકટ પરિસ્થિતિમાં રાત વિતાવવી પડી હતી. આકાશી દ્રશ્યોમાં શહેરની દુર્દશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

App Store